અંકલેશ્વરમાં "કૌન બનેગા કરોડપતિ"ના નામે દંપતિ સાથે રૂપિયા 4 લાખની ઠગાઈ - ભરૂચ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વરમાં જાણીતા ટીવી શૉ 'કૌન બનેગા કરોડપતિ'ના નામે દંપત્તિ સાથે ઠગાઈ કરાતા ચકચાર મચી છે. અંકલેશ્વરમાં રહેતા પરપ્રાંતિય દંપતિ પર 'કૌન બનેગા કરોડપતિ'માંથી બોલતા હોવાના નામે ઠગ ટોળકીએ કોલ કર્યો હતો અને તેમાં દંપતિને રૂપિયા 12 લાખનું ઇનામ લાગ્યું હોવાનું જણાવ્યું હતું. જે મેળવવા માટે તેમને 4 લાખ જમા રૂપિયા જમા કરવા જણાવ્યું હતું. દંપતિ આ ઠગ ટોળકીની વાતમાં આવી ગયું હતું અને તેઓએ તબક્કાવાર રૂપિયા ચાર લાખ ભર્યા હતા. જો કે બાદમાં ટોળકીએ ફોન ઊંચકવાનું બંધ કરી દેતા તેઓ પોતે છેતરાયા હોવાનો અનુભવ થતાં તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી.
Last Updated : Jul 10, 2020, 2:04 AM IST