વિજયનગરમાં 14 ફૂટના અજગરનું વનવિભાગે રેસ્કયુ કર્યું - forest department
🎬 Watch Now: Feature Video
હિંમતનગર: સાબરકાંઠાના વિજયનગર તાલુકાના મોતપુરા ગામે શુક્રવારે 14 ફૂટ લાંબો અજગર દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાઇ હતી. ચંદુભાઈ રામજીભાઈના મકાનની પાછળ 14 ફૂટ અને વજન 21 કિલોનો અજગર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ગામની નજીકથી મળી આવેલા અજગરનાં લીધે મોટી સંખ્યામાં સ્થાનિકો જોવા ઉમટી પડયા હતા. જો કે, વનવિભાગને જાણ કરતા વન અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી અજગરને પકડીને જૂસાવાડાના જંગલમાં સુરક્ષિત સ્થાને છોડી દીધો હતો.