ભુજમાં પ્રથમ વખત ભૂતનાથ મહાદેવ મંદિરે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા - ભુજના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
કચ્છઃ આજે ભગવાન ભોળાનાથના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે ભુજ શહેરમાં તેમજ આજુબાજુના શિવાલયોમાં લોકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. આજે ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત ભક્તો દ્વારા બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. બરફના શિવલિંગની સાથે સાથે કાચબો અને નંદી મહારાજ પણ બરફના જ બનાવવામાં આવ્યા હતા. જે અન્ય ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.