સુરતની સિલ્ક મિલમાં આગ, 18 ફાયર ફાઈટર ઘટનાસ્થળે - આગ
🎬 Watch Now: Feature Video
સુરતઃ પાંડેસરા વિસ્તારમાં આવેલી એક સિલ્કની મિલમાં આગ ભભૂકી ઉઠી છે. GIDC પાસે આવેલી મયુર ડાઈનિંગ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી. જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. જ્યાં આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે. હાલ તો કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સુરત પ્રશાસન સામે પ્રશ્નો ખડા કર્યા છે. આગની આ ઘટનામાં સતત અપડેટ માટે જોડાયેલા રહો ETV ભારત સાથે....
Last Updated : Aug 31, 2019, 12:31 PM IST