સુરત: લીંબાયત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ વાહનોના ગોડાઉનમાં લાગી આગ - fire latest news in surat
🎬 Watch Now: Feature Video
સુરત: લીંબાયતના લાલ બિલ્ડીંગ ખાતે આવેલ ગોડાઉનમાં પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં જપ્ત કરવામાં આવેલ વાહનોમાં અચાનક આગ લાગી હતી. લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉનમાં આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે અચાનક ગોડાઉનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, આગના પગલે 6 જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ આગના પગલે સ્થાનિકો પણ ભયભીત થઈ ગયા હતા. આગ ક્યાં કારણોસર લાગી તેની પણ તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.