ઓલપાડમાં ગેસની રીફલિગ દુકાનમાં લાગી આગ - fire broke gas refilling shop Olpad Surat
🎬 Watch Now: Feature Video
સુરતના ઓલપાડ (Fire at gas refilling shop in Surat) વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ચાલતી ગેસ રિફિલિંગ દુકાન આગ લાગતા દુકાનમાં સોમવારની સાંજે દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી ત્યારે દુકાનમાં ગેસ ભરેલી બોટલો આગની ઝપેટમાં આવતા બોટલોમાં બ્લાસ્ટ થતા આગ વધુ વિકરાળ બની હતી. આગ સાથે ગેસ ભરેલી બોટલો મોટા ધડાકા સાથે ફૂટતા આખા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકોમાં ભાગ દોડ મચતા સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરતા ગેસની બોટલોને લઈને આગ વધુ ફેલાતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની (Fire Department) ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.