ગોંડલના ધાણાના વેર હાઉસમાં આગ લાગતા, લાખોનું નુકસાન - ગોંડલના ધાણાના વેર હાઉસમાં લાગી આગ
🎬 Watch Now: Feature Video
ગોંડલ: ગુંદાળા રોડ પર આવેલા આર્યા વેર હાઉસમાં મોડી રાત્રે આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ વેર હાઉસ રાખેલાં ધાણા બળીને ખાખ થતાં ભારે નુકસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે, આ વેર હાઉસ આર્યા કંપનીએ ભાડે રાખ્યું હતું. જેમાં ધાણા રાખવામાં આવ્યા હતાં. ગોડાઉનમાં 6800 બોરીઓ સાથે 270 ટન ધાણા રાખવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં રાજકોટ સહિતના 4 ફાયરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.