લાખણી ગ્રામ પંચાયતમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો - લાખણી ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા આજથી એટલે કે ગુરુવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 14 સેન્ટર પર નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ લાખણી ગ્રામ પંચાયતમાં નોંધણી માટેના કોમ્પ્યુટર ઓપરેટરો હાજર હતા નહીં. કારણ કે, હાલ સમગ્ર ગુજરાતમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની વિવિધ માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે. ઓપરેટરો હાજર નહીં હોવાથી ખેડૂતોની નોંધણી થઈ શકી નહોતી. જેથી દૂર-દૂરથી આવેલા ખેડૂતો નોંધણી નહીં થવાથી રોષે ભરાયા હતા અને હંગામો મચાવ્યો હતો.