ખેડૂતોએ કલેકટર કચેરીએ મરણ પોક મૂકીને મીઠાના અગર બનાવતી ખાનગી કંપની વિરુદ્ધ વિરોધ કર્યો - dwarka samachar
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના બેહ ગામ નજીકના 9 થી 10 ગામોના ખેડૂતોએ જિલ્લા કલેકટર કચેરીએ મરણ પોક મૂકીને મીઠાના અગર બનાવતી ખાનગી કંપની વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ, જાકસીયા ચાર બારા, આસોટા જેવા 9 થી 10 ગામોના ઉત્તર દિશામાં દરિયાની નજીક ખાનગી કંપની દ્વારા વારંવાર મીઠાના અગર બનાવવા માટે સંપાદન થતું હોવાની ખેડૂતોને માહિતી મળતા આ 9 થી 10 ગામોના સરપંચો અને ખેડૂતોએ તેનો વિરોધ દર્શાવી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીએ મરણ પોક મૂકીને ખાનગી કંપની સામે વિરોધ દર્શાવ્યો હતો.