સુરતમાં ડાંગરની કાપણી માટે અન્ય ગામડાઓમાંથી ખેત મજૂરો આવશે - સુરતમાં ડાંગરની કાપણી માટે અન્ય ગામડાઓમાંથી ખેત મજૂરો આવશે
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં ખેતરમાં રહેલા ડાંગર પાકની કાપણીના મુદ્દે ચર્ચા થઇ હતી. લોકડાઉનના કારણે ખેતમજૂરો હાલ આવી રહ્યા નથી. જેને પગલે આશરે બાર હજાર ક્વિન્ટલ જેટલો ડાંગરનો પાક કાપણી માટે અટકી પડ્યો છે. ત્યારે અન્ય ગામડાઓમાંથી ખેત મજૂરોને કાપણી માટે આવવા દેવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય મુકેશ પટેલે કરી હતી જેને મંજૂરી મળતા હવે ડાંગરની કાપણી શક્ય બની છે.