પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ETV BHARATની કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથે ખાસ વાતચીત - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો માટે આજે મંગળવારે પેટા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ETV BHARATએ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથે EXCLUSIVE ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તમામ બેઠક પર કોંગ્રેસની જીત થવાની છે. વધુમાં જયરાજસિંહે ચૂંટણી પંચ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, બૂથની અંદર ભાજપના કાર્યકર્તાઓ ભાજપને વોટ અપવાનું કહે છે, આમ છતાં ચૂંટણી પંચ કોઈ પ્રકારની કાર્યવાહી કરતું નથી. જેથી કોંગ્રેસે તમામ બૂથ પર સંઘર્ષ કરવો પડે છે. જયરાજસિંહ પરમારે ETV BHARAT સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાળી ગઇ છે. જેથી ભાજપ સત્તાનો દૂર-ઉપયોદ કરે, મતદાન મથકની અંદર આચાર સંહિતાનો ભંગ કરે છે, તો ક્યાં રૂપિયા ખવડાવે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ તમામ 8 વિધાનસભાની બેઠક પર જીતનો દાવો કર્યો છે.