પાટણમાં ગૌ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ, વિદ્યાર્થીઓએ ગાયનું મહત્વ સમજાવ્યું
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેરમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથે આપણી સંસ્કૃતિ અને વારસાનું જતન કરે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષ દરમિયાન શહેરમાં અનેક કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓના મૂલ્યના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપે છે. ત્યારે પાટણ શહેરની વી.એમ. દવે પ્રાથમિક શાળા ખાતે ગાયનું ધાર્મિક, સામાજિક, આર્થિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. તે વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પાટણની જુદી-જુદી 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ગાય વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, કાર્યકરો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.