જામનગરમાં ભારે વરસાદથી રણજીત સાગર ડેમ ઓવરફ્લો, જુઓ Video - રણજીત સાગર ડેમ ઓવરફ્લો
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ચાર રાઉન્ડ વરસાદના આવતા મોટા ભાગના જળાશયો છલકાયા છે. રાજવી જામ રણજીતસિંહ રણજીત સાગર ડેમનું નિર્માણ કરાવ્યું હતું. ખાસ કરીને જામનગર વાસીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે ઉદેશથી ડેમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જો કે, એક મહિના પહેલા રણજીતસાગર ડેમ તળિયાઝાટક જોવા મળતો હતો. જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રણજીતસાગર ડેમ 27 ફૂટની સપાટી વટાવી અને ઓવરફ્લો થયો છે. રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં શહેરીજનો મોટી સંખ્યામાં ડેમનો નજારો માણવા માટે ઉમટી રહ્યા છે.