ભરૂચ: રૂપિયાની લેતી-દેતી બાબતે પૂજારીના ડ્રાઈવરનું અપહરણ, આરોપીની ધરપકડ - kidnapping in bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચ: ઝઘડિયા તાલુકાના ઉંચેડીયા ગામે આવેલા મહાદેવના મંદિરના પૂજારીના ડ્રાઈવરનુ રાત્રી દરમિયાન કાર સહિત અપહરણ થતાં ચકચાર મચી હતી. રાત્રી દરમિયાન ઉંચેડીયા સર્પેશ્વર મહાદેવના મહંતની ફોરચ્યુનર કાર લઈને ચાલક જીતેન્દ્ર જૈન જઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક ઇસમોએ તેનું કાર સાથે જ અપહરણ કર્યું હતું. આ અપહરણ કર્યા બાદ અપહરણ કર્તાએ મહંત રાધે બાપુને ફોન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દોઢ વર્ષ અગાઉ અપહરણ કર્તાઓ અને આ મંદિરના મહંત રાધે બાપુ તથા ભૂતનાથ બાપુ વચ્ચે રૂપિયા 13.50 લાખની પૈસાની લેવડદેવડ થઇ હતી. જે મુદ્દે આ અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કિસ્સામાં મહાદેવ મંદિરના મહંત અને 7 મહિના અગાઉ મૃત્યુ પામનારા અન્ય મહંત ભૂતનાથ બાપુની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. જો કે, હાલ પોલીસે અપહરણ અને લૂંટની ફરિયાદનાં આધારે અપહરણ કરનારા કિરણ ચૌધરી સહિત તેના સાગરીતોની ધરપકડ કરી છે.