કંડલા બંદર પર શંકાસ્પદ જહાજની DRDOની ટીમ તપાસ કરશે - katch updates
🎬 Watch Now: Feature Video
કચ્છઃ હોંગકોંગથી આવેલા જહાજને કંડલા પોઈન્ટ પર માલસામાન ખાલી કરી લીધા પછી પરિવહન માટે કરાચી જવા માટે રવાના થયું હતું. આ દરમિયાન દિલ્હીની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જહાજમાં ખતરનાક હથિયાર અને તેને સંલગ્ન સ્પેરપાર્ટ હોવાની માહિતી મળી હતી. કસ્ટમ દ્વારા જહાજને મધદરિયેથી પરત બોલાવી રોકી રાખવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી આ બાબતે ચોક્કસ વિગતો સામે આવી નથી, તપાસ માટે DRDOની ટીમ માટે આવી રહી છે.