જરૂરિયાતમંદ આદિવાસી વિસ્તારના રહિશોને કીટ વિતરણ - tauktae cyclone tracker
🎬 Watch Now: Feature Video
નર્મદા: ચાલુ વર્ષે પણ કોરોનાની બીજી લહેર એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને જિલ્લામાં કેટલાય લોકો રોજગારી વગર ના થયા ત્યારે આવા લોકોની વ્હારે મૂળ રાજપીપળાના પરંતુ હાલ અમેરિકામાં સ્થાયી થયેલા અસિતભાઈ બક્ષી આવ્યા છે. આ કપરા કાળમાં રોજગારી ગુમાવનારા તથા સાચી જરૂરિયાતમંદ આદિવાસી વિસ્તારના રહિશોને શોધી શોધીને મદદ કરી શકાય તે આશયથી અનાજની કીટ બનાવીને આપવામાં આવે છે. જેમાં દાળ ,ચોખા, મસાલા, મમરા-પૌવા, બાળકો માટે બિસ્કિટ જેવી વસ્તુઓ મુકવામાં આવે છે. જેને અહીં ભારતમાં રહેતા તેમના મિત્રો દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે અહીંના રહિશો પણ આ કામને બિરદાવી રહ્યા છે.