Diwali 2021 : જૂનાગઢની બજારોમાં વોકલ ફોર લોકલની માંગ વધી - વોકલ ફોર લોકલ અભિયાન
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : દિવાળીનો (Diwali 2021) તહેવારને લઈને જૂનાગઢની બજારોમાં સ્થાનિક કારીગરો દ્વારા ઉત્પાદિત અને આપણા જ વિસ્તારમાં બનેલી ચીજવસ્તુઓની ભારે માંગ જોવા મળી રહી છે, એક સમય હતો કે દિવાળીના તહેવારોમાં ચાઇના દ્વારા ઉત્પાદિત તમામ ચીજવસ્તુઓની બજારમાં ભારે ભરમાર જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે દિવાળીના તહેવારને લઇને વોકલ ફોર લોકલ (Vocal For Local) અભિયાન રંગ લાવી રહ્યું છે, આજથી ત્રણ ચાર વર્ષ પૂર્વે દિવાળીના તહેવારમાં મોટા ભાગની ચીજવસ્તુઓ ચાઇના દ્વારા ઉત્પાદિત અને ત્યાંથી આયાત કરેલી જોવા મળતી હતી, જેની જગ્યાએ હવે ભારતમા બનેલી ચીજવસ્તુઓ લઈ રહી છે અને ખુશીની વાત એ છે કે આ ચીજ વસ્તુઓ પ્રત્યે સ્થાનિક વેપારીની સાથે ગ્રાહકો પણ હવે ભારતમાં નિર્માણ થયેલી ચીજવસ્તુઓને ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે.