અરવલ્લી: યુવતીના મોત મામલે હાઇકોર્ટના વકીલે અરવલ્લી ડી.એસ.પી ઉપર રોષ ઠાલવ્યો - crime news of gujarat
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: અરવલ્લી જિલ્લાના સાયરા ગામમાં એક યુવતીનો વડના ઝાડ સાથે લટકેલો મૃતદેહ મળી આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. લોકો દ્વારા સમગ્ર મોડાસા ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જે બાદ પીડિત પરિવારજનોને સાંત્વના આપવા માટે હાઇકોર્ટના વકીલ કેવલસિંહ રાઠોડ આવ્યા હતા. મોડી સાંજે કેવલસિંહ રાઠોડે અરવલ્લ્લી જિલ્લાના ડી.એસ.પી મયુર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે પિડીત પરિવાર સાથે થઇ રહેલ અન્યાય અંગે રોષ ઠાલવ્યો હતો.