વર્તુ નદીના કારણે બરડા પંથકના ખેડૂતોને નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માગ
🎬 Watch Now: Feature Video
પોરબંદર: જિલ્લામાં ગત 1.5 મહિનાથી અવિર વરસાદત વરસી રહ્યો હતો. જેથી વર્તુ નદીના કાંઠાના ખેતરોમાં અનેક વખત પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. જેથી ખેડૂતો સર્વે કરી સરકાર પાસે યોગ્ય વળતરની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્તુ નદીના કારણે અડવાણા, પાર વાડા, સોઢાણા, શીંગળા, ફટાણા રાવલ સહિત અનેક ગામના ખેતરોમાં ધોવાણ થયું છે.