કોરોના ઇફેક્ટ: ડાકોર અને વડતાલ મંદિર આજથી બંધ - ડાકોર અને વડતાલ મંદિર બંધ
🎬 Watch Now: Feature Video
ખેડા: જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર તેમજ વડતાલ મંદિરને શુક્રવારથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાઇરસના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વાઇરસને લઈને સાવચેતી અને તકેદારીને લઈને યાત્રાધામોમાં 20મી માર્ચથી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પરિસ્થિતિ અનુરૂપ મંદિર ખોલવા અંગેનો નિર્ણય કરવામાં આવશે.