ગોધરામાં RTO ઓફિસમાં લાયસન્સ કઢાવવા વાહનચાલકોની ભીડ - Panchamahal RTO office
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : ગોધરા ખાતે જિલ્લા સેવાસદનના કેમ્પસમાં આવેલા RTO કચેરીના કોમ્પ્યુટરરાઈઝ લનર્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ સેન્ટર ખાતે લાયસન્સ કાઢવા માટે મોટી સંખ્યામા વાહનચાલકો આવી રહ્યા છે, ત્યારે એક બાજુ કચેરી તરફથી પણ મોડી સાંજ સુધીમાં કચેરી ખુલ્લી રાખીને કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. એક બાજુ હવે નવા કાયદાને લઈને વાહનચાલકોમાં પણ જાગૃતિ આવી હોય તેમ લાગી રહ્યું છે અને લાયસન્સ કઢાવવા વાહનચાલકો લાઇનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, દેશમાં નવો મોટર વ્હીકલ એકટ કાયદો અમલી કડક રીતે અમલી બન્યો છે.