કોરોના વાઈરસ અને સાવચેતીઃ વડોદરામાં મુસ્લિમ બિરાદરો ઘરમાં નમાઝ અદા કરશે - Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોના વાઈરસ વધુ ફેલાઈ નહીં તે માટે શહેરના વાડી વિસ્તારમાં આવેલા બદ્રી મહોલ્લા ખાતે અલવી વ્હોરા સમાજના લોકોએ જાતે જ સમગ્ર બદ્રી મહોલ્લા અને વિસ્તારમાં આવેલી મસ્જિદને સેનેટાઇઝ કરી હતી. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા કરાયેલા લોકડાઉનને પગલે મુસ્લિમ બિરાદરોએ મળીને મસ્જિદમાં નમાઝ નહીં પઢવાનો નિર્ણય કર્યો છે.