પાટણમાં વરસાદી ઝાપટું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેર સહિત આસપાસના પંથકમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદ વરસ્યો હતો. વરસાદથી પ્રજાજનોએ અસહ્ય ઉકળાટ અને અસહ્ય ઉકળાટ અને બફારાથી મુક્તિ મેળવી આલ્હાદક ઠંડકનો અનુભવ કર્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં દસ દિવસ અગાઉ પડેલા વરસાદ બાદ અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે શુક્રવારે બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતાં આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.