સુરેન્દ્રનગરમાં બિન સચિવાયલ પેપરના સિલ તૂટવા મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર - Bin Sachivalay exam 2019
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્યમાં બિનસચિવાયલની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય માટે પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા અગાઉ જ પેપર કેન્દ્ર પર ખુલ્લી હાલતમાં આવ્યા હતા. આ અંગે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લઈને તપાસ કરવી જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 10.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ બિનસચિવલયના વર્ગ-3ની પરીક્ષા આપી હતી. અગાઉ પણ પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થઈ છે, ત્યારે આ વખતે રાજ્ય પરીક્ષાના કેન્દ્રો પણ બદલાયા છે. જેને કારણે ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષાની જવાબદારી સરકારની છે, પરંતુ સરકાર પરીક્ષાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં એન.પી.શાહ કોલેજમાં પણ પ્રશ્નપત્ર ખુલ્લી હાલતમાં આવ્યા હતા. નિયમ અનુસાર પ્રશ્નપત્ર સિલ કવરમાં હોવા જોઈએ. આ અંગે રાજ્ય સરકારે યોગ્ય તપાસ કરવી જોઈએ. આ મામલે કોંગ્રેસે નિંદા કરી છે.