યુથ કોંગ્રેસ પ્રમુખે તુટેલા રોડ રીપેર કરવા માટે કેશોદ પાલિકા કચેરીમાં કર્યા ધરણાં
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેશોદમાં શહેરમાં તુટેલા રોડ બાબતે નગરપાલિકા કચેરીમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અને NSUI પ્રમુખે ધરણાં પર બેઠા હતા. તુટેલા રોડ રસ્તા રીપેરીંગ એસ્ટીમેન્ટ મુજબ કામગીરી કરવા તેમજ રોડ રીપેરીંગ સમય મર્યાદામાં કરી આપવાની લેખિતમાં ખાત્રી આપવા અવિનાશે પરમારે માગ કરી હતી. જો કે, આ માંગણી ન સ્વીકારી નગરપાલિકા પ્રમુખ ચેમ્બર છોડીને જતાં રહ્યાં હતા. યુથ કોંગ્રેસ પ્રમુખે લેખિતમાં ખાત્રી નહીં આપવામાં આવે તો ધરણાં પર બેસી રહેવાની ચિમકી આપી હતી.