અમદાવાદ: ઘરે બેઠા એકમ કસોટી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, સરકાર પર લગાવ્યા કેટલાક આક્ષેપો - મનીષ દોશી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં ઘરે બેઠા વિદ્યાર્થીઓની એકમ કસોટી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયની માર્ગદર્શિકાથી વિપરીત કામગીરી ગુજરાત સરકાર કરી રહી છે. શિક્ષણ વિભાગને બાળકોના શિક્ષણ કરતાં કોન્ટ્રાક્ટ કેમ વધુ આપી શકાય તેવી જાહેરાતો હાલના તબક્કે કરી રહી છે. શિક્ષણ કાર્ય થતું નથી, તો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે સરકાર નક્કી કરી રહી છે. 18,000 ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો હાલ શિક્ષણથી વંચિત રહ્યા છે, તો તેમની ઘરે બેઠા એકમ કસોટી લેવાનું કઈ રીતે સરકાર નક્કી કરી શકે.