ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેંકર્સ ફેડરેશનની ચૂંટણીમાં શહેર પ્રમુખ હસમુખ હિંડોસા બન્યા વિજેતા - બેંકની ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 26, 2020, 10:01 PM IST

જામનગરઃ ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંકર્સ ફેડરેશનની ચૂંટણીમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ વિજેતા બન્યા છે. શુક્રવારે અમદાવાદમાં ફેડરેશન બેંકની ઓફિસ ખાતે ચૂંટણી યોજાઇ હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોસાનો ભવ્ય વિજય થયો છે. જામનગરમાંથી હસમુખ હિંડોસા અને મહિલા સહકારી બેંકના ડિરેકટર શીતલ શેઠ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જો કે, 9 મતમાંથી 8 મત હસમુખ હિંડોસાને મળ્યા હતા જ્યારે શીતલ શેઠને માત્ર 1 જ મત મળ્યો હતો. રાજ્યમાં કુલ 225 સહકારી બેંકો છે. દર 5 વર્ષે ડિરેક્ટરની ચૂંટણી યોજાતી હોય છે. જો કે, આ વખતે જામનગર શહેરમાંથી ભાજપના બે વ્યક્તિઓએ ડિરેકટર પદ માટે ફોર્મ ભયું હતું. વલસાડ, સુરેન્દ્રનગર અને જામનગરની કુલ 9 બેંક ચૂંટણીમાં હતી, જેમાં ચૂંટણી બેલેટ પેપરથી યોજવામાં આવી હતી. જામનગર શહેર પ્રમુખ હસમુખ હિંડોસાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, તેમને પ્રથમ વખત ફેડરેશન બેંકની ચૂંટણી લડી છે અને વિજય થતા ખુશી થઈ છે. વડીલોના માર્ગદર્શનથી સહકારી ક્ષેત્રમાં સારું કામ કરીશ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.