ભારતીય સૈન્યને દિવાળીની અનોખી શુભેચ્છા, બાળકોએ લખ્યા 700 ગ્રીટીંગ્સ કાર્ડ - ગ્રીટીંગ્સ કાર્ડ
🎬 Watch Now: Feature Video
ભરૂચ: શહેરની મુન્શી વિદ્યાલયના બાળકો દ્વારા સેનાના જવાનો માટે દિવાળી શુભેચ્છાના 700 ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવામાં આવ્યા છે. જેને કુરિયર મારફતે ઈન્ડિયન આર્મીના જવાનોને મોકલવામાં આવશે. દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત જવાનો પોતાના પરિવારજનો સાથે દિવાળીનો પર્વ ઉજવી કરી શકતા નથી, ત્યારે તેમના આ અમુલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરવા ભરૂચની મુન્સી વિદ્યાલયના બાળકો દ્વારા અનોખો અભિગમ દાખવવામાં આવ્યો છે. મુન્શી વિદ્યાલયના બાળકોએ 700 ગ્રીટીંગ્સ કાર્ડ બનાવ્યા છે જેને કુરિયર મારફતે સેનાની ત્રણેય પાંખના જવાનોને મોકલવામાં આવશે.