છોટાઉદેપુર: સુખીડેમ ભયજનક સપાટીએ, 8 દરવાજા ખોલાયા - opened 8 doors on frightening surface
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદ પડતા સુખીડેમમાં પાણીની અવાકમાં ધરખમ વધારો થયો છે. ડેમની સપાટી ભયજનક 147.82 મીટર થી 187.80 મીટરે પહોંચી છે. 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. 6 વર્ષ બાદ સુખીડેમ ભરાયો છે. પરંતુ સમય મુજબ ડેમની સપાટી જાળવી રાખવા માટે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવયા છે. છેલ્લા 10 દિવસથી ડેમનો એક દરવાજો 05 સેન્ટિમીટર ખુલ્લો રખાયો છે. જેને લીધે સપાટી જાળવી રાખવા માટે ડેમના 8 દરવાજા 90 સેન્ટિમીટર સુધી ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી 25087.77 ક્યુસેક પાણીની જાવક ભરાજ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લીધે ભરાજ નદીના નીચાણવાળા 20થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.