જાણો જન્માષ્ટમી નિમિત્તે દ્વારકામાં ભગવાન, દ્વારકાધીશની વિવિધ સેવાઓ અને શણગાર વિશેની વિસ્તૃત માહિતી... - દ્વારકા
🎬 Watch Now: Feature Video
દ્વારકા: જન્માષ્ટમી નિમિત્તેસમગ્ર દેશ મુરલીધરનો જન્મદિવસ મનાવી રહ્યો છે. યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં પણ આજે ભગવાન માખણચોરને રીઝવવા માટે મંદિરના પૂજારીઓ પ્રયાસ કરી રહ્યા છે. રાત્રે બારના ટકોરે યાત્રાધામ દ્વારકા ખાતે ઠાકોરનો જન્મદિવસ ધામ ધૂમથી ઉજવાશે. ભગવાનનો 5246 જન્મદિવસ છે. ભગવાન કાળિયા ઠાકોરને રીઝવવા સવારથી જ મંગળા આરતી, મંગળા દર્શન તેમજ ત્યાર બાદ બપોરે ભોગ અને સાંજે શૃંગારથી કરવામાં આવશે. તેમજ સાંજે પાંચ વાગ્યે મંદિરના દર્શન બાદ મંદિરને અનુસાર બંધ કરવામાં આવશે. રાત્રે ભક્ત બારના ટકોરે ભગવાન દ્વારકાધીશના કેસરિયા વાઘા સાથે ધામધૂમ અને હર્ષોલ્લાસથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
Last Updated : Aug 24, 2019, 6:37 PM IST