પોરબંદરમાં રક્તદાન કરી રેકડી કેબિન ધારકોએ માનવતા મહેકાવી - રક્તદાન
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ એક તરફ દેશભરમાં કોરોના કહેર છે તો બીજી તરફ, મોંઘવારીએ પણ માજા મૂકી છે, ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા રેકડી ધારકોને મુખ્ય માર્ગો પર રેકડી કેબીન રાખવાની મનાઈ કરવામાં આવી છે. જેના કારણે તેઓની ભારે હાલાકી વેઠવી પડે છે. એવામાં ભાવસિંહજી હોસ્પિટલમાં તાત્કાલિક રકતની જરૂર પડતા તમામ રેકડી કેબિન ધારકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. નોંધનીય છે કે, આ કપરા સમયમાં રેકડી તથા કેબિન ધારકોના પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.