ભાવનગરમાં CAAના સમર્થનમાં ભાજપની સાઇકલ રેલી - Bhavnagar CAA NEWS
🎬 Watch Now: Feature Video
ભાવનગર : ભાજપે CAAની જાગૃતિ માટે સાઇકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી શહેરના કાળિયાબીડ ટાંકીથી લઈને જાહેર રસ્તા પર પોસ્ટર સાથે ફરી હતી. ભાજપ CAA કાયદાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે મેદાનમાં આવી ગઈ છે. આ રેલીમાં મેયર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપ સાઇકલ રેલી, ગલીઓમાં બેઠક, પોસ્ટકાર્ડ વિતરણ મારફત લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપ કાયદાની સમજ લોકોમાં આવે તે માટે પુરતા પ્રયત્નો કરી રહી છે.