ભાજપના કોરોના પોઝિટિવ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું, 'હું બાહુબલી છું અને રહેવાનો છું'... જુઓ વીડિયો - madhu shrivastav Letest news
🎬 Watch Now: Feature Video

વડોદરા: જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો થોડાક દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હોસ્પિટલમાંથી એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં ભાજપના ધારાસભ્ય કહી રહ્યાં છે કે, "હું બાહુબલી છું અને બાહુબલી જ રહેવનો છું". પોતે સ્વસ્થ હોવાનો સંદેશો ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના મતદારો, પરિવારજનો અને શુભેચ્છકોને આપ્યો હતો. ધારાસભ્ય મુધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, કોરોનાથી ડરવાની નહીં પરંતુ લડવાની જરૂર છે.