પોરબંદરમાં સાંસદ રમેશ ધડુકની ઉપસ્થિતીમાં ભાજપનું સ્નેહ મિલન યોજાયું - ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા
🎬 Watch Now: Feature Video
પોરબંદર: રિવર ફ્રન્ટ ખાતે આજે સાંજે 6 કલાકે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક , ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરી, પોરબંદર પાલિકા પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, કુતિયાણા પાલિકા પ્રમુખ ઢેલી બેન ઓડેદરા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નૂતન વર્ષો અભિનંદન પાઠવ્યા હતાં. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કલમ 370 હટાવવા બાબતે ખુશી વ્યકત કરી હતી તથા સંગઠન મજબૂત કરવાનો સંદેશો આપ્યો હતો. જ્યારે સાંસદ રમેશ ધડુકે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહી વિકાસના કાર્યો આગળ વધારવા અપીલ કરી હતી.