ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાઇકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાનો અંત, પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી - ધારાસભ્ય
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાઇકમાન્ડથી નારાજ હોવાની ચર્ચા અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગોવિંદ પટેલે જણાવ્યું કે, હું ભાજપથી નારાજ નથી અને કોઈ મારા વિશે ખોટા સમાચાર ફેલાવે છે. ખોટા સમાચાર ફેલાવનારાને હું શોધી રહ્યો છું. શુક્રવારે મતદાનમાં અમે 3 ધારાસભ્ય 10 કલાક સુધી વિજય રૂપાણી સાથે હતા. અમે 50 વર્ષમાં અનેક ચડાવ-ઉતાર જોયેલા છે.