ઈચ્છીત પરિણામ નહીં આવતા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે સન્નાટો - dhavalsinh zala lose the election
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ જાડેજાનો મતદારોઓએ અસ્વિકાર કર્યો છે. આ છ બેઠકો પૈકી થરાદ, રાધનપુર અને બાયડ કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે લુણાવાડા, અમરાઈવાડી અને ખેરાલુ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જો કે ભાજપને ઈચ્છીત પરિણામ નહીં મળતા ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યલયમાં કાગડા ઉડતા જોવા મળ્યા હતાં. કમલમ્ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભરત પંડયા, પ્રશાંત વાળા જ ઉપસ્થિત હતાં. બાકી સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો.