ધારી પેટા ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ કર્યું મતદાન - Dhari seat
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ આજે વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. ત્યારે જિલ્લાની ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વિ.કાકડિયાએ ચલાલા ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું. પોતાના નિવાસ સ્થાને પૂજા કરી અને મતદાન કરવા માટે નીકળ્યા હતા. મતદાન પેહલા તેમણે જણાવ્યું હતું કે, "મારા ગુરુદેવને પ્રાર્થના કરું છું કે મારા વિસ્તારમાં વધારેમાં વધારે વિકાસના કામો થાય, દરેક ગામને પૂરેપૂરો ન્યાય મળે, લોકો એ મને સ્વીકાર્યો છે અને મને જીતાડશે પણ ખરા, સામે વાળા પક્ષો મારા પર ખોટા આક્ષેપો કરે છે જેઓ આક્ષેપો કરતા-કરતા અત્યારે નીચે આવી ગયા છે.”