મોરબી-માળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બ્રીજેસ મેરજા મેદાને ઉતરશે? - મોરબીના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
મોરબી: શહેરના શનાળા રોડ ઉપર આવેલા હરભોલે હોલ ખાતે આઈ.કે.જાડેજાએ વિવિધ મોરચા અને મંડલના હોદેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ પત્રકારોને માહિતી આપતા તેમણે જણાવ્યું કે, મોરબી-માળિયા બેઠકના ભાજપના કાર્યકરો અને માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની લાગણી છે કે, બ્રિજેશ મેરજાને ટિકિટ ફાળવવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાર્લામેન્ટ્રી બ્રીજેશ મેરજાના નામ પર વિચારણા કરશે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને રાજ્યની આઠેય બેઠક ઉપર વિજય બનશે.