ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી - MLA Dushyant Patel
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં ધારાસભ્ય દુષ્યંત પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોના વાયરસની પરિસ્થિતિના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભરૂચમાં કોરોના વાયરસની પરિસ્થિતિનાં પગલે વહીવટી તંત્ર તૈનાત છે, ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ સહિતના આગેવાનોએ સિવિલ હોસ્પિટલમાં અઈશોલેશન વોર્ડ સહિતના વોર્ડની મુલાકાત લીધી હતી અને કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવાના આયોજન સંદર્ભે સિવિલ સર્જન અને આર.એમ.ઓ.સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી.