ગોધરા ખાતે કોલેજના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગેની તાલીમ અપાઇ - ગોધરા રેડ ક્રોસ
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ ગોધરા રેડ ક્રોસ ખાતે પ્રાથમિક સારવાર તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. માર્ગ અકસ્માત દરમિયાન 108ને પહોંચવામાં વિલંબ થાય તે સમયે ઈજાગ્રસ્તને બાઈક દ્વારા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ કઈ રીતે ખસેડવા તે માટેની ખાસ તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. દિવસે-દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓમા જાગૃતાના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માર્ગ અકસ્માત સહિત પૂર ,ભૂકંપ જેવી કુદરતી આફતમા લોકોના જીવ બચાવવામાં યુવા સભ્યો કઈ રીતે ઉપયોગી બને તે માટે ઇન્ટરનેશનલ રેસ્કયુ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.