અરવલ્લીમાં કોરોના સંક્રમણનો આંકડો 511 પર પહોંચ્યો - કોરોનાની સંક્રમિત
🎬 Watch Now: Feature Video
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં કોરોના કુલ 26 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસનો આંક 511 પહોંચ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં અરવલ્લીના ત્રણ તબીબ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ 40 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં 26 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મહત્વનું છે કે આરોગ્ય નગરી તરીકે જાણીતા મોડાસા નગરના બે ડોક્ટર કોરોનામાં સપડાયા છે. જયારે શામળાજીના ખાનગી હોસ્પિટલના તબીબને કોરોના ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ તબીબોનો સ્ટાફ હોમ કર્વારન્ટાઈન થયો હોવાની માહિતી મળી છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં કોરોનાથી 6 દર્દીઓના મોત થયા હોવાની આશંકા છે. જયારે સરકારી ચોપડે એક પણ મૃત્યુ નોંધાયુ નથી. તેથી આરોગ્ય વિભાગના આંકડાઓ પર, પણ હવે પ્રશ્નો થઇ રહ્યા છે.