નાગરિક સંશોધન બિલઃ જામનગરમાં શાંતિ જળવાય રહે તે માટે પોલીસ વડાની અપીલ - CAB
🎬 Watch Now: Feature Video
જામનગરઃ દેશના અનેક ભાગમાં નાગરિક્તા સંશોધન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને, ટાયરો અને બસ સળગાવીને ભારે વિરોધ કરી રહ્યા છે, ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ હિંસક વિરોધ ન થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ જિલ્લાના પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું હતું. જામનગર પોલીસ સાઇબર ક્રાઇમ સોશિયલ મીડિયા પર પણ વોચ રાખી રહી છે અને જે કોઇ અફવા ફેલાવે તેમજ સોશિયલ મીડિયામાં ભડકાઉ અને હિંસા થાય તેવા મેસેજ વાઇરલ કરે છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, જામનગર શાંતિપ્રિય શહેર છે, જેથી ભાગ્યે જ કોમી હુલ્લડ તેમજ હિંસક દેખાવો થાય છે, તેમ છતાં સુરક્ષાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંતર્ક બન્યું છે.