શ્રેય હોસ્પિટલ આગકાંડની ઘટના માટે સરકાર જવાબદાર: અમિત ચાવડા
🎬 Watch Now: Feature Video
કચ્છ: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં કોરોનાના 8 દર્દીઓના મોતની ઘટનાએ ગુજરાત સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ગુજરાતમાં હજારો લોકોના મોત થયાં છે, ત્યારે ગુજરાત સરકારે આ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવાની જગ્યાએ ખાનગી હોસ્પિટલોના હવાલે કરી દેવાની ફરજ પડી છે, તેનું કારણ છે કે, ગુજરાત સરકારે સ્વાસ્થ્ય અને સારવારની યોગ્ય સુવિધા ઊભી કરી નથી. મૃત્યુ પમાનારના સ્વજનોને આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના અમિત ચાવડાએ કરી હતી.