ABVPના કાર્યકર્તાઓએ CAB બિલને વધાવ્યું, ફટાકડા ફોડી કરી ઉજવણી - અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5431613-thumbnail-3x2-jmr.jpg)
જામનગરઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા CABના સમર્થનમાં ફટાકડા ફોડીને એકબીજાને મોં મીઠા કરાવી સરકારના નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. આ બિલને લઇને દેશની અનેક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે જામનગર ABVP દ્વારા આ નિર્ણયના સમર્થનમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના DKV સર્કલ ખાતે ABVPના નગરમંત્રી કુશલ બોસમિયા, નગર સહમંત્રી વિરલ સીમારિયા, નગર અધ્યક્ષ જસમીના શારદા સહિત અનેક કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.