સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોના વાઈરસની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ - MP Dr. Mahendra Munjpara
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોના વાઈરસની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોરોના વાઈરસના વધતા કેસ તેમજ કોવિડ હોસ્પિટલમાં બેડ, સારવાર, દવા, ડોક્ટર અને સ્ટાફ સહીતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે. રાજેશ, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા સહીતના આગેવાનો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.