બાલાસિનોર પોલીસ દ્વારા 15 ગુનામાં પકડાયેલો રૂપિયા 23,01,210 નો દારૂનો જથ્થો નાશ કરાયો - mahisagar news
🎬 Watch Now: Feature Video
મહિસાગર : બાલાસિનોર પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.બી.મચ્છાર, નડિયાદ નશાબંધી વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં અલગ અલગ 15 ગુનામાં પકડાયેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂના જથ્થાનો બાલાસિનોર ભાંથલા રોડ પર આવેલ ડંપિંગ સાઈડ પાસે ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ બોટલ નંગ 7226 અને તેની કિંમત રૂપિયા 23,01,210 જેટલી હતી.