thumbnail

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો

By

Published : Feb 14, 2020, 5:20 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા સ્થિત ઇજનેરી કોલેજમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ, સરદાર પટેલ સહભાગી સંચય યોજનાના અધ્યક્ષ સરદારસિંહ બારીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના તમામ સરકારી અને અનુદાનીત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ઘરઆંગણે સારી કંપનીઓમાં પ્લેસમેન્ટ મળી રહે તે માટે મેગા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોડાસામાં યોજાયેલ પ્લેમેન્ટ કેમ્પમાં વિવિધ શૈક્ષણિક પ્રવાહના વિદ્યાર્થીઓએ નોકરી માટે ફોર્મ ભર્યા હતા. જોબ પ્લેસમેન્ટ માટે આવેલ કંપનીઓના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના સ્થળ ઉપર ઇન્ટરવ્યૂ લીધા હતા. અભ્યાસના અંતિમ વર્ષમાં નોકરી મેળવવા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાતા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.