વડોદરામાં શિવાજીની 21 ફૂટ ઊંચી પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાયો - vadodara news
🎬 Watch Now: Feature Video
વડોદરા: શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મ જ્યંતિ નિમિતે સતત 21મા વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની 21 ફૂટ ઊંચી પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 100 થી વધુ વિવિધ મંડળોના સ્વયં સેવકો, સહિત હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આ સાથે 45 જેટલા ખુલ્લા વાહનોમાં વિવિધ ફ્લોટ્સ, વેશભૂષાથી સજ્જ બાળકો અને વિવિધ અખાડાના લાઠી, તલવારબાજીના કરતબો સાથે મહારાષ્ટ્રીયન, ડ્રમ અને ઢોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.