વડોદરામાં સયાજીગંજ મુનુભાઇ ટાવરના વીજ મીટરોમાં લાગી આગ - Electric meters caught fire
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મંગળવારથી લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. તેમજ ઓફિસો, દુકાનો ખુલી હતી. તો બીજી તરફ સયાજીગંજ મનુભાઈ ટાવરના વીજ મીટરોમાં મંગળવારે બપોરે આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોને ટાવરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. જો કે તત્કાલ ફાયરબ્રિગેડના જવાનોએ દોડી આવી 50 જેટલાં લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ આગમાં તમામ વીજ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા. જો કે સદનસીબે જાનહાની ટળી હતી.