thumbnail

ગોંડલ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ નજીક મગફળી ભરેલી ટ્રકમાં લાગી આગ

By

Published : Nov 12, 2020, 5:11 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા પીપળીયા ટોલનાકા નજીક ચાલું ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. હિંમતનગરથી ગોંડલ સરકારી ગોડાઉનમાં મગફળી નાખવા આવેલા ટ્રકમાં અચાનક આગ લાગતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવને પગલે ગોંડલ નગર પાલિકા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં ટ્રકમાં ભરેલી 280 ગુણી મગફળીના જથ્થામાંથી 250 ગુણી મગફળીનો જથ્થો બળી ગયો હતો અને ટ્રકમાં પણ મોટું નુકસાન થયુ હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.